કોંગ્રેસના સ્થાપના દિવસના અવસરે શનિવારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી નાગરિકતા સંશોધન કાયદા (CAA) અને NRCને લઇને મોદી સરકાર પર વરસ્યા છે. ગુવાહાટીમાં રાહુલે કેન્દ્ર સરકાર અને RSS પર કટાક્ષ કરતા કહ્યું કે "આસામને નાગપુર અને RSSના ચડ્ડીવાળા નહીં ચલાવે. તેને આસામની જનતા ચલાવશે." વધુમાં તેમણે કહ્યું, દેશમાં એકવાર ફરી નોટબંધી જેવો માહોલ ઉભો થયો છે. મોદી સરકાર દેશમાં ઘૃણા ફેલાવવાનો માહોલ બનાવી રહી છે, આપણે એક થવું પડશે.