દેશભરમાં કોરોનાનું કાળચક્ર ચાલુ રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪,૨૧૩ નવા કેસ બહાર આવ્યા છે. ૧,૫૫૯ લોકો સાજા થયા છે. જ્યારે ૯૭નાં મોત થયાં છે. કોરોનાથી સાજા થયેલા દર્દીઓની ટકાવારી વધીને ૩૧.૧૫ ટકા થઈ છે જ્યારે ૨૦,૯૧૭ લોકો સારવાર પછી સાજા થયા છે. દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૬૭,૧૫૨ થઈ છે જ્યારે ૨,૨૦૬નાં મોત થયા છે. સક્રિય કેસની સંખ્યા ૪૪,૦૨૯ થઈ છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં ૫૩, ગુજરાતમાં ૨૧, પશ્ચિમ બંગાળમાં ૧૪, તામિલનાડુમાં ૩, આંધ્ર-બિહાર, હરિયાણા, રાજસ્થાનમાં ૧-૧ મોત થયાં છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કુલ ૮૩૨નાં મોત થયાં છે જ્યારે ગુજરાતમાં કુલ ૪૯૩ મોતને ભેટયાં છે.