ભારતમાં કોવિડ-૧૯ની મહામારી અટકવાનું નામ લઈ રહી નથી. શુક્રવાર સવારના ૮ કલાકથી શનિવાર સવારના ૮ કલાક સુધીના છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાઇરસે વધુ ૯૫ વ્યક્તિનો ભોગ લેતાં મોતનો કુલ આંકડો ૧,૯૮૧ પર પહોંચી ગયો હતો. તે ઉપરાંત વધુ ૩,૩૨૦ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થતાં દેશમાં કુલ દર્દીઓની સંખ્યા ૬૦,૦૦૦ની નજીક એટલે કે ૫૯,૬૬૨ પર પહોંચી હતી. દેશમાં કોરોનાના કુલ ૩૯,૮૩૪ કેસ એક્ટિવ છે જ્યારે ૧૭,૮૪૭ દર્દીઓને સારવાર બાદ રજા આપી દેવાઈ છે.