ICMRએ ડિસ્ચાર્જ પોલિસી રિવાઈઝડ કરીને ૧૦ દિવસમાં દર્દીને ઘરે મોકલવા છુટછાટ આપ્યાના ૨૪ જ કલાકમાં ગુજરાતમાં સારવાર હેઠળ રહેલા ૫ ટકાથી વધારે દર્દીઓને ઘરે જવાની રજા મળી છે. રવિવારે સાંજે ૨૪ કલાકનું મેડિકલ બુલેટિન જાહેર કરતા આરોગ્ય અગ્રસચિવ ડો.જંયતિ રવિએ અમદાવાદમાં ૨૭૮, સુરતમાં ૪૧, વડોદરામાં ૨૫ અને ગાંધીનગરમાં ૧૦ સહિત ૧૭ જિલ્લાઓમાં કુલ ૩૯૮ પોઝિટિવ રિપોર્ટ મળ્યાનું જાહેર કરતા ગુજરાતમાં કોવિડ-૧૯ના કેસોની સંખ્યા ૮૧૯૫એ પહોંચી હતી.