ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે સરકાર દ્વારા રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન 3 મેં સુધી લંબાવવામાં આવ્યું હોવા છતાં કોરોનાના પોઝિટિવ કેસો સતત વધી રહ્યા છે. મુંબઈ, ઈન્દોર, અમદાવાદ અને જયપુર જેવા દેશના મોટા શહેરોમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના સ્વસ્થ થવાનો દર ઓછો અને મૃત્યુદર વધારે છે. જે કેન્દ્ર સરકાર માટે માથાનો દુઃખાવો છે.
રાષ્ટ્રિય રિકવરી રેટ કેટલો?
કેન્દ્ર સરકારના ડેટા પ્રમાણે, રાષ્ટ્રીય સ્તર પર રિકવરી રેટ 19 ટકા કરતા વધુ છે. જોકે મુંબઈ, અમદાવાદ, ઈન્દોર અને જયપુરમાં કોરોનાના દર્દીઓનો સ્વસ્થ થવાનો રેટ ઘણો ઓછો છે. જયપુર અને ઈન્દોરમાં રિકવરી રેટ 8 ટકા છે તો અમદાવાદમાં રિકવરી રેટ 10 ટકા છે. જ્યારે મુંબઈમાં રિકવરી રેટ 13 ટકા છે. મુંબઈમાં જ કોરોનાના સૌથી વધુ કેસો સામે આવ્યા છે અને અહીં જ કોરોનાએ સૌથી વધુ લોકોનો જીવ લીધો છે.
આ બાબતે સૌથી સારૂ પ્રદર્શન દિલ્હીનું કહી શકાય, જ્યાં રિકવરી રેટ 28 ટકા છે. પૂણે, ઈન્દોર, અમદાવાદ અને મુંબઈમાં મૃત્યુદર રાષ્ટ્રીય સરેરાશથી વધારે છે.