2021માં દેશભરમાં મોતનું માતમ સર્જનાર કોરોના મહામારીને બાદમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ પૂર્ણ થયેલી જાહેર કરી છે અને લગભગ તમામ લોકોએ કોરોના વિરોધી રસી પણ લઈ લીધી છે. તાજેતરમાં અમેરિકા સહિત અનેક દેશોની સાથે ભારતમાં પણ કેસો આંશિક રીતે વધી રહ્યા છે જામનગરમાં સઘન કાર્યવાહીના પગલે 10 એક્ટિવ કેસો છે. રાજકોટમાં ગઈકાલે વધુ એક સહિત સપ્તાહમાં 5 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે જુનાગઢમાં પણ એક પોઝિટિવ કેસ જાહેર થયો છે.