મંગળવારે સાંજે પાંચ વાગ્યા પછીના ૨૪ કલાકમાં ગુજરાતમાં ફરી એકવાર કોરોના જીવલેણ સાબિત થઈ રહ્યો છે. આરોગ્ય અગ્રસચિવ ડો.જંયતિ રવિએ બુધવારે અમદાવાદમાં વધુ ૨૫, સુરતમાં ૩ અને પાટણમાં એક એમ કુલ ૨૯ દર્દીઓના મૃત્યુ થયાનું જાહેર કર્યુ હતુ. મેડિકલ બુલેટિનમાં ૩૯ દર્દીઓ વેન્ટિલેટરને સહારે હોવાનું દર્શાવ્યુ હતુ. લોકડાઉનના પોણા બે મહિનાથી સલામત રહેલા એક માત્ર અમરેલી જિલ્લામાં પણ સુરતથી આવેલા મુળ વતનીઓને કારણે કોવિડ-૧૯ના પોઝિટિવ મળતા બુધવારે અમદાવાદમાં ૨૯૨ સહિત ગુજરાતમાં કુલ નવા ૩૬૪ કેસ ઉમેરાતા કોવિડ-૧૯ના ચેપગ્રસ્તોની સંખ્યા ૯૨૬૮એ પહોંચી હતી. જો કે, બુધવારે ૩૧૬ને ડિસ્ચાર્જ મળતા અત્યાર સુધીમાં કોરોના વાઈરસને હરાવીને ૩૫૬૨ નાગરીકો સાજા થઈને ઘરે પહોંચી ચૂક્યા છે.