Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચીનથી ફેલાયેલો જીવલેણ કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. કોરોના પોઝિટિવના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે સોમવારે સમગ્ર વિશ્વમાં કોરોનાના 61325 નવા પોઝિટિવ કેસો નોંધાયા હતા. આ સાથે જ કુલ કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 7,84,000ની પાર પહોંચી ગઈ છે. આ ઉપરાંત સોમવારે કોરોના વાયરસે 3719 લોકોનો ભોગ લીધો હોવાનું સામે આવ્યું છે.

સોમવારનો દિવસ અમેરિકા માટે ખૂબ જ ખરાબ સાબિત થયો અને 20353 નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાવાની સાથે એક નવો રેકોર્ડ સર્જાયો છે. અમેરિકામાં હાલ 163000 કરતા પણ વધુ લોકો કોરોનાના દર્દી છે. અહી ગઈ કાલે 573 લોકોના મોત થયા. આ સાથે જ અમેરિકામાં કોરોનાના કારણે થયેલા મોતનો આંકડો વધીને 3156 થઈ ગયો છે.

બીજી તરફ સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાએ સૌથી વધુ 913 લોકોનો ભોગ લીધો છે. આ સાથે જ સ્પેનમાં કુલ મોતનો આંકડો વધીને 7716 પર પહોંચ્યો છે. અહીં ગઈકાલે કુલ 7846 નવા કેસો ઉમેરાતા કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 87956 થઈ ગઈ છે.

સોમવારે ભારતમાં પણ એક જ દિવસમાં સૌથી વધુ 227 કોરોના પોઝિટિવના નવા કેસો નોંધાયા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ