ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના પાખંડની પોલ ખોલતા કહ્યું કે, એક એવો દેશ જે આતંકવાદી અને નાગરિકોની વચ્ચે કોઈ અંતર નથી કરતું તેને નાગરિકોની સુરક્ષા વિશે બોલવાનો કોઈ અધિકાર નથી. પાકિસ્તાની સેનાએ આ મહિનાની શરૂઆતમાં જાણીજોઈને ભારતીય સરહદી ગામો પર ગોળીબાર કર્યો, જેમાં નાગરિકોના મોત નિપજ્યા છે.