ભારતમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના રેકોર્ડ બ્રેક ૪,૯૮૭ કેસ સામે આવ્યા છે જ્યારે ૧૨૦ લોકોનાં મોત થયાં છે. ગંભીર બાબત એ છે કે, લોકડાઉનના ત્રીજા તબક્કાના અંતિમ દિવસે મોટી સંખ્યામાં કેસ સામે આવતા સરકાર ચિંતામાં આવી ગઈ હતી. એક જ દિવસમાં પાંચ હજાર જેટલા કેસ સામે આવતા દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોનો આંકડો ૯૦ હજારને પાર કરી ગયો છે.