એઇમ્સ-દિલ્હીના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું છે કે જૂન મહિનામાં દેશમાં કોરોના વાઇરસના કેસ મહત્તમ સપાટી પર પહોંચે તેવી સંભાવના છે. મોડેલિંગ ડેટા પ્રમાણે જૂન અને જુલાઇ મહિનામાં ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસ મહત્તમ સપાટી પર પહોંચી જશે. સમયની સાથે જ આપણે કહી શકીશું કે લોકડાઉન લંબાવવાની કેટલી અસર જોવા મળી છે. એવું નથી કે, કોરોનાની બીમારી એક જ ઝાટકામાં સમાપ્ત થઇ જશે. આપણે કોરોનાની સાથે જ જીવવું પડશે. હાલના ટ્રેન્ડને જોતાં કોરોનાના કેસ જૂનમાં શિખર પર હશે. જે વસ્તુ મહત્તમ સપાટી પર પહોંચે છે તેમાં પછી ઘટાડો શરૂ થાય છે. આશા રાખીએ કે જૂન અને જુલાઇ મહિનામાં મહત્તમ સપાટી પર પહોંચ્યા પછી દેશમાં કોરોનાના સંક્રમણના કેસ ઘટવા લાગશે.