દેશમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસમાં કૂદકે અને ભૂસકે વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર બુધવારે સવારના ૮ કલાક સુધીના છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાઇરસથી સંક્રમિત ૧૪૦ દર્દીનાં મોત થતાં દેશમાં કુલ મોતનો આંકડો ૩,૩૦૩ થયો હતો. ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં અત્યાર સુધીના સૌથી મોટા ઉછાળા અંતર્ગત ૫,૬૧૧ નવા પોઝિટિવ કેસ સામે આવતાં કુલ કોરોના દર્દીઓની સંખ્યા ૧,૦૬,૭૫૦ થઈ ગઈ હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગરવાલે બુધવારે જણાવ્યું હતું કે, હાલ દેશમાં કોરોના સંક્રમણના ૬૧,૧૪૯ સક્રિય કેસ છે જ્યારે ૪૨,૨૯૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવાયાં છે.