Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં લોકડાઉનના ૫૭માં દિવસે ૧૯ જિલ્લામાંથી નોવેલ કોરોના વાઈરસના ચેપગ્રસ્તોના પોઝિટીવ ટેસ્ટ રિપોર્ટ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. બુધવારે સાંજે વિતેલા ૨૪ કલાકમાં ૬,૦૯૮ ટેસ્ટ રિપોર્ટનો અહેવાલ રજુ કરતા આરોગ્ય અગ્રસચિવ ડો.જંયતિ રવિએ રાજ્યના પાંચ હોટસ્પોટ પૈકી અમદાવાદમાં ૨૭૧, સુરતમાં ૩૭, વડોદરામાં ૨૬ સહિત ૧૯ જિલ્લામાંથી કુલ ૩૯૮ના પોઝિટીવ રિપોર્ટ મળ્યાનું જાહેર કરતા ગુજરાતમાં કોવિડ-૧૯ના કેસોની સંખ્યા ૧૨,૫૩૯ થઈ છે. અમદાવાદમાં વધુ ૨૬ સહિત સુરત, ગાંધીનગર, પાટણ અને સાબરકાંઠામાં એક-એક એમ કુલ ૩૦ દર્દીઓના અવસાન થતા આ મહામારીથી ગુજરાતમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને ૭૪૯એ પહોંચી છે. બુધવારની સાંજે રાજ્યમાં હોસ્પિટલોમા સારવાર લઈ રહેલા ૬૫૭૧માંથી ૪૭ દર્દીઓ વેન્ટિલેટરને સહારે હોવાનું પણ તમણે ઉમેર્યુ હતુ.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ