ખુદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ને પણ ખ્યાલ નથી કે, આખરે કોરોનાનો અંત ક્યારે આવશે? WHOના ઈમરજન્સી કાર્યક્રમોના પ્રમુખે કહ્યું કે, આ વૈશ્વિક મહામારી પર ક્યાં સુધી કાબૂ મેળવી શકાશે? તેનો અંદાજો લગાવવો અશક્ય છે.
આ અંગે WHOના ડૉ માઈકલ રેયાને જણાવ્યું કે, કદાચ કોરોના વાયરસ ક્યારેય ખતમ નહીં થાય. તેમણે જણાવ્યું કે, કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા હજુ સુધી ઓછી છે... વૅક્સીનના અભાવે લોકોની અંદર આ વાયરસ વિરૂદ્ધ પ્રતિકારક શક્તિ મજબૂત કરવામાં વર્ષો લાગી શકે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, પહેલા આવેલી અન્ય બીમારીઓ જેવી કે, HIV ક્યારેય ખતમ નથી થઈ, પરંતુ તેનો ઉપચાર શોધી કાઢવામાં આવ્યો. જેથી લોકો આ બીમારી સાથે જીવી શકે. રેયાને કહ્યું કે, આવી આશા છે કે, કોરોનાની પણ અસરકારક વૅક્સીન આવશે, પરંતુ ત્યાંરે તેને મોટા પ્રમાણમાં બનાવવા અને દુનિયાભરના લોકોને પૂરી પાડવા માટે મોટું કામ કરવાની જરૂરિયાત ઉભી થશે.