કોરોના વિરુદ્ધની લડાઈમાં સમગ્ર દેશ એક થઈને લડી રહ્યો છે વિપક્ષ પણ મોદી સરકારની સાથે છે તેવા સમાચારો આપણે વારંવાર જોઈ રહ્યા છીએ ત્યારે આજે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ PM મોદીને એક પત્ર લખ્યો હતો જેમાં તેમણે મોદી સરકારને કેટલીક સલાહ પણ આપી છે. જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ બાદમાં આ પત્રને ટ્વીટ કરી લખ્યું છે કે, આ ખતરનાક પડકાર પર કાબુ મેળવવા માટે અમે કેન્દ્ર સરકાર સાથે ઊભા છીએ.
રાહુલ ગાંધીએ આ પત્રમાં PM મોદીને સલાહ આપતા લખ્યુ છે કે ભારતની સ્થિતિ બીજા દેશોથી અલગ છે. અહીં દરરોજ કમાણી કરતા મજૂરોની સંખ્યા વધુ છે. એવામાં અન્ય દેશોની જેમ અહીં લૉકડાઉન કરવુ થોડુ પરેશાની ધરાવતુ છે. જેનાથી મોતની સંખ્યા પણ વધી શકે છે. એવામાં સરકારે વાસ્તવિકતાને ધ્યાનમાં રાખતા મજબૂત પગલા ભરવાની જરૂર છે. સૌથી પહેલા આપણી પ્રાથમિકતા વૃદ્ધ લોકોને સુરક્ષિત કરવાની હોવી જોઇએ. આ સાથે યુવાઓને આ મજબૂતી સાથે સમજાવવુ પડશે કે થોડી પણ બેદરકારી વૃદ્ધ લોકો માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.
આગળ રાહુલ ગાંધીએ લખ્યુ છે કે, પુરી રીતે લૉકડાઉન કરવાનો અર્થ હશે વૃદ્ધોના જીવને ખતરામાં મુકવો. આવુ એટલા માટે કારણ કે આપણા દેશમાં મોટાભાગના વધુ ઉંમર ધરાવતા લોકો ગામમાં રહે છે. એવામાં લૉકડાઉન થવા પર મોટાભાગના મજૂર પોતાના ગામ જશે અને ઉંમર ધરાવતા લોકો માટે વધુ એક ખતરો ઉભો થશે. એવામાં આપણે આ ગરીબ લોકોની મદદ કરવી પડશે જે પોતાના ઘરોથી દૂર બહાર આવીને કામ કરી રહ્યા છે. સરકારે આ જંગ વિરૂદ્ધ જે મદદની જાહેરાત કરી છે તે આ યાદીમાં સારૂ પગલુ છે પરંતુ આ સુનિશ્ચિત કરો કી મદદ જલ્દી ઇમ્પિલીમેન્ટ થાય.