ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીના પ્રકોપ વચ્ચે લોકડાઉન 4.0નો અમલ ગુજરાતમાં આજથી શરૂ કરવામાં આવ્યો છે. ગઇકાલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ સિવાયના તમામ જિલ્લામાં ST બસ સેવા શરૂ કરવાના આદેશ આપ્યા છે ત્યારે આજરોજ ગાંધીનગર ખાતે મળેલી એક મહત્વની બેઠકમાં રાજ્યમાં બસ સેવા શરૂ કરવાને લઇને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ આગામી ગુરૂવારની મધ્યરાત્રિથી રાજ્યમાં ST બસના પૈડા ફરી દોડતા થશે.
જણાવી દઇએ કે, 4827 રૂટ પર હાલ બસ સેવા શરૂ કરવામાં આવશે. ત્યારે આ તમામ રૂટ શરૂ કરવાને લઇને તાત્કાલિક અસરથી 24 ડિવિઝનના વિભાગીય નિયામકોને આ અંગેની જવાબદારી સોંપવામાં આવી છે.
AMTS તથા BRTS બસ સેવા બંધ રહેશે
આપને જણાવી દઇએ કે, રાજ્યમાં વિવિધ વિસ્તારમાં AMTS અથવા BRTS સેવા હાલ શરૂ કરવામાં આવશે નહીં તેવી વાત ગઇકાલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના પ્રજાજોગ સંબોધનમાં કરી હતી.