કોરોના સામેની લડાઈ માટે સાંસદોના પગારને 30 ટકા ઓછો કરવાના કેન્દ્રીય મંત્રીમંડળના નિર્ણયને કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વધાવતા PM મોદીને પત્ર લખ્યો છે જેમાં COVID-19 સામે લડવા અને ખોટા ખર્ચમાંથી બચવા માટે 5 સૂચન આપ્યા છે.
સોનિયા ગાંધીએ પ્રધાનમંત્રી સામે 5 સૂચનો રાખ્યા છે જે આ પ્રકારે છે.
1.સરકાર દ્વારા ટેલિવિઝન, પ્રિન્ટ અને ઓનલાઈન મીડિયાને આપવામાં આવેલી જાહેરાતો અટકાવી દેવી જોઈએ. આને 2 વર્ષ માટે બંધ કરી દેવી જોઈએ. જેનાથી 1250 કરોડ રુપિયા દર વર્ષે બચશે. જેનાથી કોરોના સામે લડી શકાય છે.
2. સરકાર દ્વારા સરકારી બિલ્ડિંગમાં કન્ટ્રક્શનના કામ માટે જે 20 હજાર કરોડ ફાળવવામાં આવ્યા છે તેને રોકી દેવામાં આવે. મને વિશ્વાસ છે કે સંસદની હાજરીમાં બિલ્ડંગનુ કામ કરી શકાય છે. આ રકમનો ઉપયોગ હોસ્પિટલના સુધારા તથા પીપીઈ જેવી સુવિધાની વ્યવસ્થા કરી શકાય છે.
3. સાંસદોની પેન્સન, સેલરીમાં 30 ટકા કાપ મુકવામાં આવે. જેનો ઉપયોગ મજુરો, ખેડૂતો, નાના વ્યવસાયકર્તાઓને આર્થિક મદદ કરવા માટે કરી શકાય.
4. રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી, રાજ્યના મંત્રીઓ સહિત તમામ અધિકારીઓની વિદેશ યાત્રા પર પ્રતિબંધ મુકવો જોઈએ. આવા પ્રવાસોથી બચેલા પૈસા કોરોના સામે લડવામાં ઉપયોગમાં લઈ શકાશે. પત્રમાં પ્રધાનમંત્રી અને કેન્દ્રિય મંત્રીના પ્રવાસ પરના પ્રતિબંધથી 393 કરોડની બચત થશે.
5. પ્રધાનમંત્રી કેયર્સમાં જેટલા પૈસા મદદ માટે આવ્યા છે. તેમાં પ્રધાનમંત્રી રાહત ફંડમાં ટ્રાન્સફર કરવા જોઈએ. જેનાથી પારદર્શિતા આવશે.અત્યારે પ્રધાનમંત્રી રાહત ફંડમાં રહેલા 3800 કરોડની રકમ પડી છે. ત્યારે બન્ને ફંડને મેળવીને તેનો ઉપયોગ કરવો જોઈએ.