વિશ્વભરમાં કોરોનાનો કહેર વધ્યો છે. દુનિયાનાં દેશો આ કાળમુખા ઘાતક વાયરસની મહામારી સામે ઝઝૂમી રહ્યા છે. વિશ્વનાં ઘણા દેશો આ વાયરસની સામે વેક્સિન પણ તૈયાર કરી રહ્યા છે, ત્યારે વિશ્વભરમાં કોરોના વાયરસથી સંક્રમિત કેસની સંખ્યા 48 લાખને પાર પહોંચી છે, આ જીવલેણ વાયરસ 3.16 લાખથી વધુ લોકોને ભરખી ગયો છે. દુનિયામાં કોરોનાથી સૌથી કપરી સ્થિતિ અમેરિકાની છે. અમેરિકામાં કોરોનાના કેસની સંખ્યા 15.27 લાખને પાર થઈ છે. જ્યારે કે 90 હજારથી વધારે લોકોના મોત થયા. અમેરિકા બાદ સૌથી વધુ રશિયામાં 2.81 લાખ કેસ નોંધાયા છે. સ્પેનમાં 2.77 લાખ કેસ અને 27 હજારથી વધારે લોકોના મોત થયાં. યુકેમાં 2.43 લાખ કેસ અને 34 હજારથી વધારે લોકોના મોત થયા.