સદીનું સૌથી ભયાનક વાવાઝોડુ 'અમ્ફાન' (Cyclone Amphan) બુધવારે પશ્ચિમ બંગાળમાં ભારતીય દરિયાકિનારે ત્રાટક્યું છે. આ દરમિયાન ભારે વરસાદ પણ થઇ રહ્યો છે. 21 વર્ષ પછી આવું સૌથી ઝડપી તોફાન આવ્યું છે. આ પહેલા 1999માં ઓરિસ્સાના સમુદ્ર કિનારે વાવાઝોડું અથડાયું હતું. ઓરિસ્સાના ચાંદીપુરમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. પારાદીપમાં 102 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા ઉપરાંત સિક્કિમ અને મેઘાલયમાં પણ એલર્ટ આપ્યું છે. સાથે આગાહી કરી છે કે 185 કિમીની ઝડપથી પવન ફૂંકાશે. કોલકતા એરપોર્ટ આવતીકાલ સવારના 5 વાગ્યા સુધી બંધ કરાયું છે.
ઓરિસ્સા અને બંગાળના દરિયાકિનારના અનેક ગામો ખાલી કરાવાયા છે. એક માહિતી મુજબ લગભગ 14 લાખ લોકોને અન્ય સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરાયા છે. દરિયાકિનારના વિસ્તારોમાં જવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. બંગાળ અને ઓરિસ્સામાં વધારે નુકશાન થવાની ભીતિ હોવાથી કેન્દ્રની 53 કરતાં વધારે NDRFની ટીમ તૈનાત કરાઈ છે. આ ઉપરાંત આર્મીના બે એરક્રાફ્ટ તૈનાત રાખાયા છે.