અમદાવાદમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. વધી રહેલા કેસને લઈ લોકોમાં હાલ ભારે ચિંતા પણ જોવા મળી રહી છે. તો બીજી બાજુ અમદાવાદ ખાતે કલેક્ટર કચેરીમાં મહેકમ શાખામાં ફરજ બજાવતા નાયબ મામલતદારનું કોરોના વાયરસના કારણે નિધન થતા તંત્રમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ ખાતે કલેક્ટર કચેરીમાં મહેકમ શાખામાં ફરજ બજાવતા નાયબ મામલતદાર દિનેશ રાવલનું કોરોના વાયરસના કારણે મોત નીપજ્યું છે. દિનેશ રાવલ છેલ્લા 15 દિવસથી કોરોના સામે લડી રહ્યા હતા. સોલા સિવિલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. પરંતુ ગઇકાલે અચાનક તબિયત લથડી અને તેમનું મોત થયું છે. એવી માહિતી મળી છે કે કલેક્ટર કચેરીના અન્ય 11 કર્મચારીને પણ કોરોના છે. જ્યારે એક એડિશનલ કલેક્ટર પણ સ્ટ્રેસના કારણે રજા પર છે. ઉપરાંત, રેસિડેન્ટ એડિશનલ કલેક્ટરના PAને પણ કોરોના સંક્રમણના સમાચાર છે.