ઉત્તર ભારતમાં હાડ થિજાવી દેતી ઠંડીએ જનજીવન થંભાવી દીધું છે. લદ્દાખના દ્રાસથી દિલ્હી, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન સહિત સમગ ઉત્તરભારતમાં કાતિલ શીતલહેરના સકંજામાં સપડાયું છે. દેશની રાજધાની દિલ્હીમાં શનિવારે સવારે ૬:૧૦ કલાકે લઘુતમ તાપમાન ૧.૭ ડિગ્રી સેન્ટિગ્રેડ પર ગગડી જતાં દિલ્હીવાસીઓ થરથર કાંપી ઊઠયાં હતાં. ભારતીય હવામાન વિભાગની સફદરગંજમાં આવેલી કચેરી ખાતે ૨.૪ ડિગ્રી, પાલમમાં ૩.૧ ડિગ્રી, લોધી રોડ ખાતે ૧.૭ ડિગ્રી અને આયા નગર ખાતે ૧.૯ ડિગ્રી ઠંડી નોંધાઇ હતી. દિલ્હીમાં તીવ્ર ઠંડી જારી રહેતાં હવામાન વિભાગે રવિવાર સુધી રેડ વોર્નિંગ જારી કરી છે.