Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બંગાળમાં હડતાલ પર ગયેલા ડોકટરો સામે સીએમ મમતા બેનરજી આખરે ઝૂક્યા હતા અને તેમની તમામ માગણીઓ સ્વીકારીને તેમને ફરજ પર હાજર થવા અપીલ કરી હતી. તેમણે ડોકટરો સાથેની હિંસા અને મારપીટને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી અને સમસ્યાનો ઝડપી ઉકેલ લાવવા હૈયાધારણ આપી હતી. મમતાએ ડોકટરોને બંધારણીય સંસ્થાઓનું સન્માન કરવા કહ્યું હતું. મમતાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, બેઠકમાં હાજર રહેવા આમંત્રણ છતાં ડોકટરો હાજર રહ્યા ન હતા. હડતાલથી ગરીબો સારવાર વિહોણા કણસી રહ્યા છે. ડોકટરોએ ઈમર્જન્સી સેવા ચાલુ રાખવી જોઈતી હતી. બીજી બાજુ  બંગાળનાં હડતાળ પર ઉતરેલા ડોકટરોએ ફરજ પર હાજર થવાની મમતાની અપીલ ઠુકરાવી છે. તેમણે હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. ડોકટરોએ કહ્યું હતું કે અમારી સમસ્યાઓ ઉકેલવા અને માગણીઓ સંતોષવા માટે મમતા સરકારે કોઈ નક્કર કે નિષ્ઠાપૂર્વકનાં પગલાં લીધા નથી આથી હડતાળ સમેટાશે નહીં.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ