અમદાવાદમાં કોરોના સંક્રમણની ગંભીર સ્થિતિ વચ્ચે દિલ્હી AIIMSના ડિરેક્ટર અને વરિષ્ઠ તબીબ ડૉક્ટર રણદીપ ગુલેરીયા અને ડૉક્ટર મનીષ સુનેજા અમદાવાદની મુલાકાત લીધી. તેમણે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને સ્થિતિની ચર્ચા કરી. તો સાથે જ અમદાવાદ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ બેઠક કરીને સ્થિતિની સમીક્ષા કરી. આ તબીબોએ અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
સિવિલ હોસ્પિટલના અધિકારીઓ અને ડોક્ટરો સાથે ચર્ચા કરી હતી. દર્દીઓને કેવી રીતે સારવાર આપવામાં આવે છે અને હાલ હોસ્પિટલમાં કયા પ્રકારની સિચ્યુએશન છે તેની માહિતી મેળવી હતી. ચર્ચા બાદ તેમણે મોટું નિવેદન આપતા કહ્યું હતું કે, જેમનામાં રોગપ્રતિકારકશક્તિ ઓછી છે તેમને ચેપ લાગવાના ચાન્સ વધારે છે. લક્ષણ દેખાય તો તેમને તુરંત સારવાર કરાવવી જોઈએ. હોસ્પિટલમાં મોડા દાખલ થવાથી દર્દીનું મોત થતું હોય છે. અમદાવાદમાં જે ગીચ વિસ્તારો છે જ્યાં યોગ્ય અંતર જળવાતું નથી ત્યાં ચેપ લાગવાને કારણે કેસો વધી રહ્યાં છે. સાથે સાથે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેલા લોકો બીજા વિસ્તારમાં જતા અન્ય વિસ્તારોમાં પણ ચેપ ફેલાય છે આથી લોકડાઉનનું સંપૂર્ણ પાલન થાય તે જરૂરી છે. લોકો યોગ્ય રીતે સોશિયલ ડિસ્ટન્સ રાખે તે પણ ખૂબ મહત્વનું છે.