આઇપીએલ 2025ની 63મી મેચ આજે (21 મે) મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 59 રનથી હરાવ્યું છે. આ મેચમાં જીત સાથે જ MI પ્લેઓફમાં ક્વોલિફાઇ થઇ ગઇ છે અને દિલ્હી કેપિટલ્સ પ્લેઓફની રેસથી બહાર થઇ ગઇ છે. મેચમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી MIએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 180 રન બનાવ્યા. જે પછી ટાર્ગેટનો પીછો કરતી વખતે DC 121 રન જ બનાવી શકી હતી.