જમ્મુ-કાશ્મીર પોલીસે ઓગસ્ટ ૨૦૧૯માં નવા રચાયેલા કેન્દ્ર શાસિત પ્રદેશના કુલગામ જિલ્લાના કાઝીગુંડ વિસ્તારમાં મીર બાઝાર નજીકથી શનિવારે બપોરે ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ (ડીએસપી) દેવિન્દરસિંહને પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દિનના બે આતંકવાદી સાથે ઝડપી લીધા હતા. ડીએસપી દેવિન્દરસિંહ બંને આતંકવાદીઓ સાથે કારમાં પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે તેમને ઝડપી લેવાયા હતા.