બિહારના પટણામાં ભારતીય જનતા પાર્ટીના નેતા 52 વર્ષીય સુરેન્દ્ર કેવટને બાઇક પર સવાર બે બદમાશોએ ચાર ગોળીઓ ધરબી દીધી હતી. ઘટના બાદ પરિવાર તેમને ગંભીર હાલતમાં પટણા એઇમ્સ લઈ ગયો હતી. ત્યાં સારવાર દરમિયાન ભાજપ નેતાનું મૃત્યુ થયું હતું. આ ઘટના શનિવારે (12મી જુલાઈ) રાત્રે શેખપુરા ગામમાં બની હતી. તે પુનપુનના ભાજપ કિસાન મોરચાના પ્રમુખ હતા.