રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. ગુજરાતમાં ફક્ત અમેરેલી જિલ્લો કોરોનામુક્ત હતો, જે હવે નથી રહ્યો. અમરેલીમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ચુકી છે. હવે આખુ ગુજરાત કોરોના ગ્રસ્ત થઈ ચુક્યો છે. આજે અમરેલી તાલુકાના ટીમ્બલા ગામના 67 વર્ષના વૃદ્ધ મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમરેલીમાં કોરોનાનો પ્રથમ કેસ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે. હાલમાં મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જ્યારે તેમના સંપર્કમાં આવનાર તમામને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, જે વૃદ્ધ મહિલાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તે સુરતથી આવી છે.