ગુજરાત સરકાર દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. લૉકડાઉન વચ્ચે લોકો અને વેપારીઓને આંશિક રાહત આપવામાં આવી છે. જેમાં આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોને ઓડ-ઈવનમાંથી મુક્તિ મળી છે. હવે રાજ્યમાં આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો દરરોજ ખોલી શકાશે. આ અંગે ગુજરાત સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે.
લોકડાઉન 4માં રાજ્યમાં નોન કન્ટેન્મેન્ટ ઝોનમાં શરતોને આધીને છૂટછાટ આપવામાં આવી હતી. જોકે દિલ્હીની જેમ ઓડ-ઈવન પદ્ધતિ ગુજરાતમાં પણ અપનાવવામાં આવી હતી. પરંતુ હવે આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોને આ પદ્ધતિમાંથી મુક્તિ આપી દેવામાં આવી છે.