ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં યુજીસી ગાઈડલાઈન અનુસાર યુજીની છેલ્લા વર્ષની છેલ્લા સમયસરની ફાઇનલ સેમિસ્ટર વર્ષની પરીક્ષાઓ આગામી 25 જૂનથી અને પીજીની પ્રથમ વર્ષ અને ફાઇનલ સેમેસ્ટરની પરીક્ષાઓ પણ તારીખ ૨૫ જૂનથી યોજવાનો મહત્વપૂર્ણ નિર્ણય શિક્ષણ વિભાગે લીધો છે.
શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ દ્રારા કરાયેલી મહત્વની જાહેરાત મુજબ પરીક્ષાનો સમય ગાળો બે કલાકનો તથા જરુર જણાયે મલ્ટીપલ શિફ્ટમાં રાખી શકાશે તથા પરીક્ષાઓ તાલુકા કક્ષાએ, સ્થાનિક કક્ષાએ પરીક્ષા કેન્દ્ર રાખવામાં આવશે.
જો કોરોના મહામારીના કારણે પરિસ્થિતિ સામાન્ય ન થાય અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન શક્ય બને તેમ ન હોય તો તે સંજોગોમાં સેમેસ્ટર બે, ચાર, છ ના વિદ્યાર્થીઓ માટે 50 ટકા ગુણ આંતરિક મૂલ્યાંકન અને બાકીના 50 ટકા ગુણ પાછળના સેમેસ્ટરના ગુણના આધારે આપવાના રહેશે .જેને મેરીટ લીસ્ટ તરીકે ઓળખવામાં આવશે.
અગાઉના સેમેસ્ટરના ગુણ ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં જેમાં વાર્ષિક પરીક્ષાઓ યોજાઈ છે તેવા કિસ્સામાં આંતરિક મૂલ્યાંકનના આધારે સો ટકા મૂલ્યાંકન કરવાનું રહેશે. જો વિદ્યાર્થી પોતાના ગ્રેડ માં સુધારો કરવા ઈચ્છે તો તે આગામી સેમેસ્ટરમાં લેવાનાર પરીક્ષામાં વિશેષ પરીક્ષા પણ આપી શકશે.
કોઈ વિષયમાં વિદ્યાર્થી નાપાસ થયેલ હોય તો પણ વર્ષ 2019 -20 માટે તે વિદ્યાર્થીને કેરી ફોરવર્ડ કરીને બઢતી આપવાની રહેશે તથા આગામી સેમેસ્ટરમાં પરીક્ષા યોજાય ત્યારે તે વિષયમાં વિદ્યાર્થીએ ઉત્તીર્ણ થવાનું રહેશે.