બજાર નિયામક સેબીએ લિસ્ટેડ કંપનીઓને તેના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર્સની ભૂમિકા વિભક્ત કરવા આપેલા આદેશની મુદતમાં બે વર્ષનો વધારો કર્યો છે. પુર્વે કંપનીઓને આ કાર્યવાહી ૧લી એપ્રિલ ૨૦૨૦ સુધીમાં પૂર્ણ કરવાના આદેશ હતા પરંતુ હવે મુદતમાં બે વર્ષની છૂટછાટ મળતાં કંપનીઓ આ કાર્યવાહી એપ્રિલ ૨૦૨૨ સુધીમાં પૂરી કરી શકશે. વર્તમાન આર્થિક ચિત્રને જોતાં કોર્પોરેટ્સ પર નિયમોના અમલનો ભાર વધતાં સેબીએ લિસ્ટેડ કંપનીઓને આ નવી વ્યવસ્થા ઊભી કરવા ફરમાવ્યું હતું.