મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ વિધાનસભામાં ખેડૂતોનું 2 લાખ રૂપિયાનું દેવુ માફ કરવાની જાહેરાત કરી છે. આ યોજના માર્ચ-2020થી લાગુ થશે. મુખ્યમંત્રીએ તેનું નામ મહાત્મા જ્યોતિબા ફૂલે લોન માફી યોજના આપ્યું છે. જણાવી દઈએ કે ઠાકરે દ્વારા દેવા માફીની જાહેરાત બાદ વિપક્ષે મહારાષ્ટ્ર વિધાનસભામાંથી વોક આઉટ કર્યુ હતું. વિપક્ષની માંગ છે કે ખેડૂતોનું પુરૂ દેવુ માફ થાય.