વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત રાતે રાષ્ટ્રજોગ સંબોધન કરીને લૉકડાઉન-4.0 અને દેશ માટે 20 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. ત્યારે આ રાહત પેકેજમાં કઇ-કઇ બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે તે અંગે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પ્રેસ કોન્ફરન્સ કરી જાણકારી આપી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, સમાજના કેટલાય વર્ગો સાથે વાતચીત કરીને રાહત પેકેજ તૈયાર કરવામાં આવ્યું છે. પેકેજના માધ્યમથી ગ્રોથને વધારવાનો છે. ભારતને આત્મનિર્ભર બનાવવાનું છે. માટે જ તેને આત્મનિર્ભર ભારત અભિયાન તરીકે ઓળખવામાં આવે છે.
વીજળી ઉત્પાદન અને વિતરણ કરનાર માટે 90 હજાર કરોડની જાહેરાત
વીજળી ઉત્પાદન અને વિતરણ કરનાર માટે જાહેરાત કરતા નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, ડિસ્કોમ એટલે કે વીજળી વિતરણ કંપનીઓને મદદ માટે ઇમરજન્સી લિક્વિડિટી 90 હજાર કરોડની યોજના અમલી બનશે.
NBFC સેક્ટર માટે 30 હજાર કરોડ રુપિયાની સ્પેશિયલ લિક્વિડીટી માટે રાહત પેકેજની જાહેરાત
NBFC સેક્ટર માટે 30 હજાર કરોડ રુપિયાની સ્પેશિયલ લિક્વિડીટી માટે રાહત પેકેજની જાહેરાત કરતા નાણામંત્રીએ જણાવ્યું હતું કે, 30000 કરોડની NBFC માટે લીકવીડિટી સ્કીમ પહેલા આપેલી છે. હવે 45000 કરોડની લીકવીડિટી સ્કીમ. ભારત સરકાર 20% નુકશાન ભોગવવાની જવાબદારી લેશે.
15000થી ઓછો પગાર ધરાવતા કર્મચારીઓના PFના 24 ટકા કેન્દ્ર સરકાર આપશે
15000થી ઓછો પગાર ધરાવતા કર્મચારીઓના PFના 24 ટકા કેન્દ્ર સરકાર જૂન, જુલાઈ અને ઓગ્સ્ટ એમ ત્રણ મહિના કરાવશે. આ જાહેરાતથી 3.66 લાખ કંપનીઓના 72.22 લાખ કર્મચારીઓને ફાયદો થશે. જ્યારે આ સિવાયના જે કર્મચારીઓ છે તેમનું PF 12-12 ટકાને બદલે 10-10 ટકા જમા કરવાનું રહેશે. જેથી કર્મચારીના હાથમાં વધારે પગાર આવશે. જો કે સરકારી કર્મચારીઓ માટે આ લાગુ નહીં પડે.
ત્રણ મહિના સુધી EPF ધારકોના ખાતામાં 24 ટકા જમા કરશે સરકાર
કેન્દ્રીય નાણામંત્રીએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, 2500 કરોડ દ્વારા જૂન, જુલાઈ અને ઓગસ્ટ એમ વધુ ત્રણ મહિના EPF ધારકોના ખાતામાં 24 ટકા જમા કરાવશે. જેનાથી 3.66 કંપનીઓના 72.22 લાખ કર્મચારીઓને થશે ફાયદો.
MSMEને 3 લાખ કરોડની ગેરંટી વિનાની લોન
રાહત પેકેજમાં મોટી જાહેરાત કરતા નાણામંત્રીએ કહ્યું હતું કે, MSMEને 3 લાખ કરોડની ગેરંટી વિનાની લોન આપવામાં આવશે. MSMEને 4 વર્ષની અવધિ માટે 3 લાખ કરોડની કોલેટરલ ફ્રી ઓટોમેટિક લોન મળશે. 45 લાખ MSME ઉદ્યોગોને સીધો ફાયદો થશે. આ ઉદ્યોગો દેશનો પાયો છે. આ સાથે MSMEના આ 45 લાખ એકમો 12 કરોડ લોકોની નોકરીઓનો આધાર છે તેવી વાત નાણામંત્રીએ કરી હતી.
MSMEની વ્યાખ્યા બદલાશે જેથી તેમને મળતા લાભો વધશે : નાણામંત્રી
MSMEના આ 45 લાખ એકમો 12 કરોડ લોકોની નોકરીઓનો આધાર છે તેવી વાત નિર્મલા સીતારમણે કરી હતી. MSMEની વ્યાખ્યા બદલાશે જેથી તેમને મળતા લાભો વધશે. ઇન્વેસ્ટમેન્ટ લિમિટ પ્રમાણે MSME નક્કી કરાય છે. ઇન્વેસ્ટમેન્ટ વધુ હશે તો પણ MSME ગણાશે. હવે ટર્ન ઓવર પણ ગણવામાં આવશે. મેન્યુફૅક્ચરિંગ અને સર્વિસ MSME બંનેને સરખી રીતે ગણવામાં આવશે.
આત્મનિર્ભર ભારતનો અર્થ થાય છે એક આત્મવિશ્વાસી ભારત
આત્મનિર્ભર ભારતનો અર્થ એક આત્મવિશ્વાસી ભારત છે, જે સ્થાનિક સ્તરે ઉત્પાદનો બનાવીને વૈશ્વિક ઉત્પાદનમાં ફાળો આપે છે,નહીં કે તે પોતાના પુરતું સીમિત રહે. માટે લોકલ બ્રાન્ડને વિશ્વમાં ઓળખ આપાવવી પડશે
નિર્મલા સીતારમણની પ્રેસ કોન્ફરન્સના અગત્યના મુદ્દા
ગઈ કાલે પીએમ મોદીએ સમાજના તમામ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને અને તમામ મંત્રાલયો સાથે ચર્ચા કરીને દેશની વૃદ્ધિ વધારવા અને આત્મનિર્ભર બનાવવા માટે આ પેકેજની જાહેરાત કરી છે : નિર્મલા સિતારમણ
પ્રધાનમંત્રી મોદીએ પેકેજ જાહેર કરી દેશ સામે નવું વિઝન રાખ્યુંઃ નાણામંત્રી સિતારમણ
લોકલ બ્રાન્ડ્સનું વૈશ્વિક સ્તરે વેલ્યુએશન થાય તે ધ્યેય, PPE અને માસ્કનું ઉદાહરણ દર્શાવે છે કે ભારત પાસે અખૂટ ક્ષમતા છે : નિર્મલા સીતારમણ
રાહત પેકેજ માટે તમામ મંત્રાલયો અને સમાજના ઘણા વર્ગો સાથે પણ આની ચર્ચા થઈ છેઃ નાણામંત્રી
નિર્મલા સિતારમણે કહ્યું આત્મનિર્ભર ભારત એટલે એનો અર્થ એવો નથી કે દેશને વૈશ્વિક બજારથી આઈસોલેટ કરવો
આત્મનિર્ભર યોજના વિષે દરરોજ ક્રમિક માહિતી આપવામાં આવશે. આ વચ્ચે ગરીબો અને જરૂરિયાતમંદો પ્રાથમિકતા આપવામાં આવશે : નાણામંત્રી
MSMEને 3 લાખ કરોડની ગેરંટી વિનાની લોન : નાણામંત્રી
MSME સેક્ટરમાં 3 લાખ કરોડના પેકેજથી 45 લાખ એકમોને મદદ કરાશે: નાણામંત્રી
નાણામંત્રીનો ઐતિહાસિક નિર્ણય સરકારના 200 કરોડ નીચેના કોઇ પણ ટેન્ડરમાં વિદેશી કંપનીઓ ટેન્ડર નહીં ભરી શકે
ફંડ્સ ઓફ ફન્ડ્સ: 50000 કરોડ ઇકવીટી ઇન્ફ્યૂઝમેન્ટ મળશે. સામાન્ય MSME જે સારું પરફોર્મ કરી રહી છે તેને લાભ મળશે : નાણાંમંત્રી
સતત ત્રણ દિવસ પેકેજ પર વિસ્તૃત જાહેરાત થશે
PM મોદી દ્વારા 20 લાખ કરોડના પેકેજની જાહેરાતના પગલે આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત ત્રણ દિવસ આ પેકેજ પર વિસ્તૃત જાહેરાત કરશે. જેમાં આજે ગરીબો માટે જાહેરાતો થશે, કાલે મધ્યમવર્ગ અને ઉદ્યોગો માટે અને શુક્રવારે કંપનીઓ માટે જાહેરાત કરશે.