વર્ષ 2019ના અંતિમ દિવસે નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરી હતી કે, આવતા પાંચ વર્ષમાં દેશના ઇન્ફ્રા પાઇપલાઇન માટે 105 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે. આ વિશે બનેલી ટાસ્ક ફોર્સનો રિપોર્ટ પણ મંગળવારે જાહેર કરવામાં આવ્યો હતો.
નાણામંત્રીએ જણાવ્યું હતું કે, આવનાર વર્ષોમાં મોટા ભાગના પ્રોજેક્ટ્સ હેલ્થ, રેલવે, શહેરી, સિંચાઇ, ડિજીટલ વગેરે સેક્ટર સાથે જોડાયેલા હશે. વધુમાં તેમણે કહ્યું હતું કે, ટાસ્ક ફોર્સે ગત ચાર મહીનામાં 70 સ્ટેકહોલ્ડરના સૂચનો લેવા માટે કુલ 70 બેઠકો કરી હતી. સાથે જ તેમણે એલાન કર્યું કે, દેશમાં પહેલીવાર એક નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન (NIP) કોઓર્ડિનેશન મેકેનિઝમની શરૂઆત કરવામાં આવશે.