જમ્મુ-કાશ્મીરમાં ઓગસ્ટમાં કલમ ૩૭૦ રદ કરાયા પછી તકેદારીનાં પગલાંરૂપે હિંસા ન ભડકાવવામાં આવે તે માટે આ રાજકીય નેતાઓની ધરપકડ કરાઈ હતી. પાંચ મહિનાની અટકાયત પછી જેમને છોડી મૂકવામાં આવ્યા છે તેમાં ઈશ્ફાક ઝબ્બાર, ગુલામનબી ભટ, બશીર મિર, ઝહુર મિર અને યાશિર રેશીનો સમાવેશ થાય છે. જોકે, કાશ્મીરનાં ત્રણ અગ્રણી રાજકીય નેતાઓ નેશનલ કોન્ફરન્સનાં પ્રમુખ ફારૂક અબ્દુલ્લા, તેમનાં પુત્ર ઓમર અબ્દુલ્લા અને પીડીપીનાં વડા મહેબૂબા મુફ્તીને હજી નજરકેદમાં રાખવાનું ચાલુ રખાયું છે.