Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આજે એકવાર ફરી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. આ પ્રેસ કોન્ફરન્સમાં 20 લાખ કરોડનાં રાહત પેકેજ વિશે માહિતી આપવામાં આવી રહી છે. આ સતત ચોથો દિવસ છે જ્યારે નિર્મલા સીતારમણ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. શુક્રવારનાં કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સ સંપૂર્ણ રીતે ખેડૂતો આધારિત હતી. જેમાં કૃષિ માટે 11 જાહેરાતો કરવામાં આવી.

અંતરિક્ષનાં ક્ષેત્રમાં પ્રાઇવેટ કંપનીઓને તક આપવામાં આવશે. ISROની સુવિધાઓનો પ્રયોગ પણ ખાનગી કંપનીઓ કરી શકશે.

સોશિયલ ઇન્સ્ફ્રાસ્ટ્રક્ચર માટે 8100 કરોડ રૂયિયાની જાહેરાત કરવામાં આવી છે. વીજળી ક્ષેત્રમાં સબસિડી ડીબીટી દ્વારા આપવામાં આવશે.

પરમાણુ ઉર્જા સંબધિત સુધારાઓ પર કામ કરવામાં આવશે. કેન્સર ક્ષેત્રમાં ભારતે દુનિયાભરને દવાઓ મોકલી. આમાં આગળ પ્રગતિ થશે. 

મેડિકલ ઇક્યુપમેન્ટનાં ઉત્પાદનોને વધારવા માટે પીપીએ મોડથી કંપનીઓ બનશે અને આમાં માનવતાની સેવાને બળ મળશે.

ગ્રાહકોની સુવિધા માટે પ્રીપેઇડ વીજળી મીટર લગાવવામાં આવશે.

કેન્દ્રશાસિત પ્રદેશોમાં વીજળીનું ખાનગીકરણ થશે. આનાથી વિદ્યુત ઉત્પાદનમાં વધારો થશે.

પ્રાઇવેટ પાર્ટનરશિપનાં માધ્યમથી એરપોર્ટને વિકસિત કરવા માટે AAIએ 6માંથી 3 એરપોર્ટનો કોન્ટ્રાક્ટ મેળવ્યો છે. 12 એરપોર્ટમાં પહેલા અને બીજા તબક્કામાં 13 હજાર કરોડ રૂપિયાનું રોકાણ આવશે.

ભારતીય નાગરિકોએ વિમાનોનાં લાંબા રસ્તા લેવા પડે છે. આને સરળ બનાવવામાં આવશે. બે મહિનાની અંદર આ કામ થઈ જશે. આનાથી વિમાન ક્ષેત્રને 1 હજાર કરોડ રૂપિયાનો ફાયદો થશે. એર ફ્યૂલ પણ બચશે અને પર્યાવરણ પણ.

વધુ 6 એરપોર્ટ્સની નીલામી થશે. એરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા આ કામ કરશે.

રક્ષા ઉત્પાદનમાં FIDની સીમા 49 ટકાથી વધારીને 74 ટકા કરવામાં આવી છે.

ઑર્ડિનન્સ ફેક્ટરીને શેર બજારમાં લિસ્ટ કરવામાં આવશે.

ઑર્ડિનન્સ ફેક્ટરીનું કૉર્પોરાઇઝેશન થશે. પ્રાઇવેટાઇઝેશન નહીં થાય.

ડિફેન્સ ઉત્પાદનમાં મેક ઇન ઇન્ડિયા પર ભાર આપવામાં આવશે. આયાત ના કરવામાં આવે તે ઉત્પાદનોની યાદી બનાવવામાં આવશે. સેનાને આધુનિક હથિયારોની જરૂર છે, તેનું ઉત્પાદન ભારતમાં થશે.

મિનરલ ઇન્ડેક્સ બનાવવામાં આવશે અને ટેક્સ સીસ્ટમ પણ સરળ કરવામાં આવશે.

વધારેમાં વધારે ખનન થઈ શકે અને દેશનાં ઉદ્યોગોને બળ મળે. 500 નવા બ્લોક નીલામી માટે ઉપલબ્ધ કરવામાં આવશે અને વધારે શરતો નહીં રહે.

નવા ચેમ્પિયન સેક્ટરને બૂસ્ટ કરવા માટે કાર્યક્રમની શરૂઆત થશે.

કૉલ માઇનિંગ સેક્ટર માટે 50 હજાર કરોડ રૂપિયાનાં ફંડની જાહેરાત. 50 નવા બ્લોક તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવશે.

નાણામંત્રીએ કહ્યું કે ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવા માટે લેન્ડ બેંક, ક્લસ્ટરની ઓળખ કરવામાં આવી છે. હવે ટેક્નોલોજીનો ઉપયોગ કરતા જીઆઈએસ મેપિંગ દ્વારા 5 લાખ હેક્ટર જમીન ભવિષ્યનાં ઉપયોગ માટે તમામ ઇન્ડસ્ટ્રિયલ પાર્કની રેન્કિંગ કરવામાં આવશે.

કોલ માઇનિંગ ક્ષેત્રમાં કોમર્શિયલ માઇનિંગ હશે અને સરકારનો એકાધિકાર ખત્મ થશે: નાણાંમંત્રી

ઐદ્યોગિક આધારભૂત માળખાનાં અપગ્રેડેશન, કોલસા, ખનિજ, રક્ષા ઉત્પાદન, એરસ્પેસ મેનેજમેન્ટ, એરપોર્ટ્સ, એમઆરઓ, કેન્દ્રશાસિત પ્રદેશોમાં વીજળી વિતરણ કંપનીઓ, અંતરિક્ષ ક્ષેત્ર અને પરમાણુ ઊર્જાનાં ક્ષેત્રોમાં સુધારા માટેની જાહેરાતો થશે.

નિર્મલા સીતારમણે કહ્યું કે સુધારાઓને લઇને પીએમ મોદીનો શાનદાર રેકોર્ડ રહ્યો છે. તેમણે કહ્યું કે આપણે દરેક મુકાબલાઓ માટે તૈયાર રહેવું પડશે.

અનેક સેક્ટર પડકારોનો સામનો કરી રહ્યા છે. આપણે આપણી પ્રોડક્ટસને વિશ્વસનીય બનાવવાની રહેશે. આપણે હરીફાઈ માટે તૈયાર રહેવું પડશે. રોકાણ અને બિઝનેસ પણ વધારવાનો છે. ભારત રોકાણ માટે પહેલી પસંદ છે.

સીતારમણે કહ્યું કે, અનેક સેક્ટરોનાં બદલાવ માટે નીતિગત બદલાવ જોઇએ.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ