રાજ્યમાં કોરોનાનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલ બાદ આજે સવારે 55 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. પરંતુ બપોરે વડોદરામાં વધુ 4 પોઝિટિવ કેસ નોંધાતા કોરોનાના કુલ 245 દર્દીઓ થયા છે. જેમાંથી 17ના મોત થઈ ગયા છે અને 26 સાજા થયા છે. ઉલ્લેખનીય છે કે, આજે સવારે આવેલા 55 કેસ પૈકી 50 તો માત્ર અમદાવાદના જ છે જે સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે. બીજી તરફ શહેરના બફરજોનમાં લોકોનું મેડિકલ ચેકઅપ વધારી દેવામાં આવ્યું હોવાથી હજુ કેસોમાં મોટો વધારો જોવા મળશે તેવું AMC કમિશનરે કહ્યું હતું.