એલઆરડી ભરતી પરીક્ષામાં થયેલા અન્યાય સામે ગાંધીનગરમાં આંદોલન કરી રહેલી મહિલા ઉમેદવારો અને પોલીસ વચ્ચે આજે ઘર્ષણ થયુ હતું. વિધાનસભા તરફ કુચ કરી રહેલી મહિલા ઉમેદવારોને પોલીસે રોકવાનો પ્રયાસ કરતા આ ઘટના બની હતી. પોલીસે કુલ ૧૦૦થી વધુ મહિલા ઉમેદવારોની અટકાયત કરી હતી. પોલીસ સાથેની ઝપાઝપી અને ટીંગાટોળીમાં ચાર જેટલી મહિલા ઉમેદવારોને ઇજા પણ પહોંચી હતી. આ ઘટના બાદ પોલીસે છાવણી પર બેઠેલી ઉમેદવારોને બળજબરીપુર્વક ઉઠાડી દીધી હતી.