રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે આજે વિધાનસભામાં વર્ષ 2020-2021નું રૂ.2.17 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી. જેમાં રાજ્યમાં નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના હેઠળ 75 વર્ષથી વધુના વૃદ્ધોને રૂ. 750ને બદલે રૂ.1000ની સહાય ચૂકવવાની જાહેરાત કરી હતી. જ્યારે 80 ટકાથી વધુ માનસિક દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને માસિક રૂ.600ની જગ્યાએ રૂ.1000ની સહાય ચૂકવવામાં આવશે. રાજ્યમાં આવેલા વૃદ્ધાશ્રમોની નિભાવ ગ્રાન્ટ માસિક રૂ.1500થી વધારી રૂ. 2160 કરવામાં આવશે.