બેગાલુરુની સામાજિક કાર્યકર અને પત્રકાર ગૌરી લંકેશનો હત્યારો આખરે ઝારખંડમાં ઝડપાયો. હત્યારો ઋષીકેશ દિવારીકર મહારાષ્ટ્રના ઔરંગાબાદનો રહેવાસી છે. ગૌરી લંકેશની હત્યા બાદ તે ઝારખંડના કતરાસ વિસ્તારના એક પેટ્રોલ પંપ પર પોતાની ઓળખ છૂપાવીને નોકરી કરતો હતો. બેંગાલુરુ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ સતત હત્યારાની તલાશમાં હતી અને પગેરું પકડી રહી હતી. એક અહેવાલ મુજબ ઋષીકેશ હિન્દુ સંસ્થાનો સભ્ય છે. એ જે સંસ્થા સાથે સંકળાયેલો હતો એણે એક યાદી બનાવી હતી કે કોની કોની હત્યા કરવાની છે.