કોરોના સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધનમાં 20 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી. આ સાથે તેમણે લોકડાઉન 4.0 વિશે પણ વાત કરી. PMએ કહ્યું કે 20 લાખ કરોડ રૂપિયાના આ પેકેજથી ‘સ્વનિર્ભર ભારત અભિયાન’ને નવી ગતિ મળશે. આ સાથે તેમણે કહ્યું હતું કે લોકડાઉનનો ચોથો તબક્કો હશે, પરંતુ તે સંપૂર્ણ રીતે ફરીથી ડિઝાઇન કરવામાં આવશે. આ માટે નવા નિયમો નક્કી કરવામાં આવશે. PM મોદીના સંબોધન પછી કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયા આવી છે.
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કર્યુ હતું કે ‘માનનીય મોદીજી, તમે તમારા સંબોધનથી મીડિયાના સમાચાર બનાવવા માટે’ હેડલાઇન ‘આપી છે, પરંતુ દેશ મદદ માટે 'હેલ્પલાઈન'ની રાહ જોઈ રહ્યો છે. વચનથી વાસ્તવિકતા સુધીની યાત્રા પૂર્ણ થવાની રાહ રહેશે.
આ સિવાય તેમણે અન્ય એક ટ્વીટમાં લખ્યું છે કે, ‘ ઘર વાપસી કરી રહેલા લાખો પ્રવાસી મજૂર ભાઈ બહેનોને રાહત, ઘા પર મલમ, આર્થિક મદદ અને સલામત રીતે ઘરે પરત ફરવા માટેની મદદ પહેલી જરુરીયાત છે. આશા હતી કે આજે તમે જાહેરાત કરશો. દેશ નિર્માણના મજૂરો અને શ્રમજીવીઓ પ્રત્યેની તમારી નિર્દયતા અને અસંવેદનશીલતાથી દેશ નિરાશ છે.