મેન્યુફેકચરિંગ, માઇનિંગ અને સર્વિસ સેક્ટરના સારા દેખાવને પગલે ચાલુ નાણાકીય વર્ષના બીજા એટલે કે જુલાઇથી સપ્ટેમ્બર સુધીના કવાર્ટરમાં ભારતીય અર્થતંત્રે ૭.૬ ટકાના દરે વિકાસ કર્યો છે એટલે કે જીડીપી ૭.૬ ટકા રહ્યો છે તેમ સરકાર દ્વારા જારી આંકડામાં જણાવવામાં આવ્યું છે.
આ સાથે જ ભારત વિશ્વના અગ્રણી અર્થતંત્રોમાં સૌથી ઝડપથી વિકાસ પામતું અર્થતંત્ર બની રહ્યું છે તેમ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (એનએસઓ) દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ૨૦૨૩ના જુલાઇ-સપ્ટેમ્બર કવાર્ટરમાં ચીનનો જીડીપી ૪.૯ ટકા હતો.