ટ્રેન, હાઈવે રાબેતા મુજબ ચાલુ થયા બાદ હવે ગુજરાતમાં એરપોર્ટ પણ ધમધમતા શરૂ થઈ જશે. અમદાવાદ, સુરત અને વડોદરાથી આવતીકાલે ફ્લાઈટ ફરીથી કાર્યરત થઈ જશે. અમદાવાદમાં સોમવારથી ફ્લાઈટ શરૂ થઈ જશે. અમદાવાદ એરપોર્ટ પર ડોમેસ્ટિક ફ્લાઇટ માટે amc તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. ફક્ત એરપોર્ટ માટે કેબ-ટેક્સી સેવાને મંજૂરી અપાઈ છે. એરપોર્ટ એરિયા પૂર્વ વિસ્તાર હોવા છતાં શરતો આધીન મંજૂરી અપાઈ છે. અમદાવાદ એરપોર્ટ આવતીકાલથી ફ્લાઈટ શરૂ થઈ જશે. સવારે 6 વાગ્યાથી માત્ર ડોમેસ્ટિક ફલાઇટ ઓપરેશન શરૂ કરવામાં આવશે. તેના માટે એરપોર્ટ પર થર્મલ સ્ક્રીનિંગ અને હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યા છે. એક ફલાઈટમાં આશરે 120 થી 130 જેટલા મુસાફરો સફર કરી શકશે.