ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે, ચેપગ્રસ્તોની સંખ્યમાં વધારો થઈ રહ્યો છે, તો ગુજરાતમાં કોરોનાને હરાવનારાઓની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 454 જેટલા દર્દીઓ સાજા થયા છે. ગુજરાતમાં છેલ્લા દસ દિવસમાં ડિસ્ચાર્જ રેટ 15.58 ટકાથી વધીને 32.64 ટકા થઈ ગયો છે, જે ભારતની રાષ્ટ્રીય સરેરાશ 30.75 ટકા કરતાં પણ વધારે છે.
રાજ્યનાં આરોગ્ય અગ્ર સચિવ ડૉ.જયંતી રવિએ જણાવ્યું હતું કે, ગુજરાતે કોરોના વાયરસના સંક્રમણને નાથવા મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શનમાં આયોજનબદ્ધ-આગોતરા પગલાં ભર્યા તેના પરિણામે રાજ્યનો ડિસ્ચાર્જ રેટ હવે રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ વધ્યો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાનમાં માત્ર અમદાવાદમાં જ 266 જેટલા દર્દીઓ સાજા થઈને ડિસ્ચાર્જ થયા છે.