Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

'નિસર્ગ' વાવાઝોડું દક્ષિણ ગુજરાતના તટે ટકરાવાની શક્યતાના પગલે વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. દરિયા કિનારે આવેલા વલસાડ તાલુકાના 18, પારડી તાલુકાના 4 અને ઉમરગામ તાલુકાના 14 જેટલા ગામોના સ્થાનિક લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.

દક્ષિણ ગુજરાત તટથી 3 જૂનની સાંજે અથવા રાત્રે અથડાઈ શકે

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી બે દિવસમાં તે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. તે કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તટ વિસ્તારમાં સોમવારે અથવા મંગળવારે 100 કિમી પ્રતિ કલાકની ઝડપથી અથડાઈ શકે છે. હાલ તે ગોવાથી 4 કિમી દક્ષિણ પશ્ચિમ, મુંબઈથી 700 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ અને ગુજરાતના સુરતથી 930 કિમી દક્ષિણ પશ્ચિમના અંતરે છે. ચક્રવાતી વાવાઝોડુંમાં ફેરવાયા પછી 2 જૂનની સવારે તે ઉત્તર બાજુ વધવાની શક્યતા છે. વાવાઝોડું હરિહરેશ્વરઅને દમણની વચ્ચે ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તટથી 3 જૂનની સાંજે અથવા રાત્રે અથડાઈ શકે છે.

સુરતમાં NDRFની ટીમ પહોંચી

સુરત કલેક્ટર ધવલ પટેલે જણાવ્યું હતું કે આગામી 5 તારીખ સુધી તમામ માછીમારોને દરિયામાં ન જવાની સૂચના અપાઈ છે. વડોદરાથી આજે NDRFની ટીમ સુરત આવી ગઈ છે. હાલ ટીમને સુવાલી દરિયા કિનારે તૈનાત કરાઈ છે. ત્યારબાદ સૂચના મુજબ કામગીરી સોંપાશે. ઓલપાડ, સુવાલી, હજીરા અને ડુમસના દરિયા કિનારે વાવાઝોડાની અસરને લઈ તંત્ર એલર્ટ છે. જેથી તમામ બીચ બંધ કરી દેવામાં આવ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ