ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ગુજરાત વિધાનસભાની જે ચૂંટણી શંકાના દાયરામાં હતી, તેને ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને હાઈકોર્ટ દ્વારા મોટો ઝટકો મળ્યો છે. હાઈકોર્ટે 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી રદ કરી છે, જેમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જીત થઈ હતી. કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે આ અંગે અરજી કરી હતી. વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગેરરીતિ આચરી જીત મેળવી હોવાનો અશ્વિન રાઠોડે આક્ષેપ કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટનો આ ચુકાદો માત્ર ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા માટે જ નહિ, પરંતુ ભાજપ પક્ષ અને રૂપાણી સરકાર માટે પણ સૌથી મોટો ઝટકો છે. હાલ, સરકાર જ્યારે કોરોનાની મહામારી અટકાવવામાં અસફળ રહી છે, ત્યારે આ બીજો મોટો ઝટકો ગુજરાત સરકારે મળ્યો છે. તો બીજી તરફ, કોંગ્રેસે આ ચુકાદાથી ખુશી વ્યક્ત કરી છે.
શું છે મામલો
ગુજરાત વિધાનસભાની 2017માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધોળકા બેઠક પરથી માત્ર 327 મતે જીત્યા હતા. આ મત ગણતરીમાં બેલેટ પેપરની ગણતરી કરવામાં ના આવતા સમગ્ર વિવાદ ઉદ્ભવ્યો હતો. આ મામલે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે ફરિયાદ કરી હતી કે બેલેટ પેપરના 429 જેટલા મત તેમના તરફી હતા તેને ધ્યાને લેવામાં આવ્યા ન હતા.
ચૂંટણી પંચના નિયમ અનુસાર EVMની મત ગણતરી પહેલા બેલેટ પેપરની ગણતરી કરવાની જોગવાઇ છે. જોકે, આ નિયમને બાજુમાં મુકી EVMની સીધી મત ગણતરી કરવામાં આવી હતી. આચારસંહિતા હતી ત્યારે ભૂપેન્દ્ર ચુડાસમાને લાભ કરાવવાના હેતુથી ડેપ્યુટી કલેક્ટર તરીકે ગૌરાંગ પ્રજાપતિના સ્થાને ધવલ જાનીની નિમણૂંક કરાઇ હતી તેવું પણ તે સમયે ચર્ચામાં હતું.