અમદાવાદ કોરોના સામેની જંગ જીતવા આરોગ્ય વિભાગે અનુભવી બેટસમેન ડૉ એમ.એમ.પ્રભાકરને મેદાનમાં ઉતારવાનો ફાઇનલ નિર્ણય લઈ લીધાનું જાણવા મળ્યું છે. આ નિર્ણયને પગલે સિવિલ સ્ટાફમાં પણ ખુશીની લહેર છવાઈ ગઈ છે. હવે જોવાનું એ છે કે, ડૉ, પ્રભાકર પોતાની સામે આવી પડેલી ચેલેન્જને કઈ રીતે પાર પાડે છે.
આરોગ્ય વિભાગે ડૉક્ટર પ્રભાકર સહિત નિવૃત થયેલા 8થી 10 જેટલા અનુભવી અધિકારીઓને ગાંધીનગર બોલાવી તેમની સાથે દોઢ માસ પહેલાં મિટીંગ કરી હતી. તમામ નિવૃત પણ અનુભવી અધિકારીઓએ મહામારીમાં સેવા આપવા તૈયારી બતાવી હતી. જોકે કેટલાક વિરોધીઓને નિવૃત અધિકારીઓ પરત આવે તેમાં રસ ન હોવાથી આખી વાતનો છેદ ઉડી ગયો હતો.