ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં JMM, કોંગ્રેસ અને RJDના મહાગઠબંધનની જીત થઈ છે. હવે 29 ડિસેમ્બરે નવી સરકારની રાંચીમાં શપથગ્રહણ સમારોહ ભવ્ય રીતે મનાવવાની તૈયારી છે. હેમંત સોરેનના શપથગ્રહણ સમારોહને યાદગાર બનાવવા માટે વિપક્ષના મહત્વના ચહેરાઓને નિમંત્રણ આપવામાં આવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, NCP પ્રમુખ શરદ પવાર, મહારાષ્ટ્રના CM અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, RJD નેતા તેજસ્વી યાદવ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત, મધ્યપ્રદેશના CM કમલનાથ અને છત્તીસગઢના CM ભૂપેશ બધેલને પણ નિમંત્રણ મોકલવામાં આવ્યું છે.
પૂર્વ રાષ્ટ્રપતિ સહિતના આ નેતાઓ રહેશે હાજર
29 ડિસેમ્બરે યોજાનારા શપથગ્રહણ સમારોહનો હિસ્સો બનવા અત્યાર સુધીમાં 30 મહેમાનોએ પોતાની સહમતિ આપી દીધી છે. જે અતિથિઓએ પોતાની સહમતિ આપી છે તેમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ ગૃહમંત્રી પી. ચિદંબરમ સહિત 6 રાજ્યના હાલના મુખ્યમંત્રીઓ અને 5 પૂર્વ મુખ્યમંત્રીઓ સામેલ થવાના છે. આ શપથગ્રહણ સમારોહમાં અખિલેશ યાદવ, માયાવતી, શરદ પવાર, કમલનાથ, અશોક ગહેલોત, તેજસ્વી યાદવ, અહમદ પટેલ, શરદ યાદવ, મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ અને ચંદ્રબાબૂ નાયડૂ જેવી રાજકિય હસ્તિઓ સામેલ થવાની છે.