સૌરાષ્ટ્રના વિશાળ દરિયાકાંઠેથી કરોડો રૂપિયાના ડ્રગ્સ મળવાનો સીલસીલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. ગીર સોમનાથ પોલીસે ગઇકાલે રાત્રે વેરાવળ બંદર નજીકથી રૂ. ૩૫૦ કરોડની કિંમતનું ૫૦ કિલો હેરોઇન ઝડપી કુલ ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. હેરોઇનનો આટલો જંગી જથ્થો મંગાવનાર તરીકે જોડિયાના ઇશાકનું નામ ખૂલ્યું છે.