હૈદરાબાદમાં દુષ્કર્મ કેસના 4 આરોપીઓના એન્કાઉન્ટરમાં મોત બાદ હવે તેમનું ફરીથી પોસ્ટ મોર્ટમ કરવામાં આવશે. તેલંગાણા હાઈકોર્ટે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આરોપીઓનું ફરીથી પોસ્ટમોર્ટમ કરવાનો આદેશ આપ્યો છે. મહત્વનું છે કે અગાઉ કોર્ટે ચારેય આરોપીના મૃતદેહોને સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો હતો. જણાવી દઈએ કે 6 ડિસેમ્બરે પોલીસ એન્કાઉન્ટરમાં હૈદરાબાદના વેટરનરી ડૉક્ટર સાથે દુષ્કર્મ આચરનાર 4 આરોપીઓને પોલીસે ઠાર માર્યા હતા.