સુપ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે, પોતાના વતન તરફ જઇ રહેલા પ્રવાસી શ્રમિકોને અટકાવવાનું કોઇના પણ માટે અશક્ય છે. અમે પ્રવાસી શ્રમિકોને આશ્રય આપવા કે વિનામૂલ્યે પ્રવાસની સુવિધા કરી આપવા રાજ્યોને આદેશ આપી શકીએ નહીં. જસ્ટિસ એન રાવ, જસ્ટિસ સંજય કૌલ અને જસ્ટિસ બી આર ગવાઇની બેન્ચે સડકો પર ચાલતા જઇ રહેલા પ્રવાસી શ્રમિકોની ઓળખ કરી તેમને આશ્રય તથા ભોજન પૂરાં પાડવાં અને તેમના વતન સુધી વિનામૂલ્યે પ્રવાસની સુવિધા કરી આપવાનો દેશના તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને આદેશ આપવાની માગ કરતી અરજી નકારી કાઢી હતી.